GujaratMadhya Gujarat

સેલવાસની હોટલના રૂમમાંથી બે મૃતદેહ મળી આવતા પોલીસ થઈ દોડતી

ઘણી વખત હોટેલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવું જ કંઈક ગુજરાતની પડોશમાં જ આવેલા એવા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં સામે આવ્યું છે. જ્યાં એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવતી અને યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. સેલવાસ ચાર રસ્તા ખાતે આવેલ નટરાજ હોટેલના 119 નંબરના રૂમમાંથી એક યુવતી અને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સેલવાસ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સેલવાસની નટરાજ હોટલના 119 નંબરના રૂમમાંથી એક યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતક યુવક અને યુવતીએ હોટેલમાં આપેલ આઈડી પૃફથી જાણવા મળ્યું છે કે યુવક મૂળ રાજસ્થાનનો હતો. પોલીસે આ મામલે હોટેલ સંચાલકોની પૂછપરછ તેમજ હોટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે, મૃતક યુવતીનો મૃતદેહ રૂમમાં બેડ પર પડેલો હતો તો યુવકનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા છે. તેમજ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.