GujaratRajkotSaurashtra

રાજકોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી કરુણ મોત, પરિવારના એકના એક દીકરાનું મોત

ગુજરાતમાં હાર્ટ અટેકથી મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો હે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવા સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. રાજકોટમાં અભ્યાસ માટે રહેનાર યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું છે. કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષના યુવાનને હાર્ટએટેક આવતા તેનું મોત નીપજ્યું છે. તાપી જિલ્લાનો રહેવાસી યુવક રાજકોટમાં અભ્યાસ કરવા માટે આવેલો હતો. એવામાં અચાનક તેનું મોત થતા કોલેજમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં તાપીનો વતની અને રાજકોટમાં રહીને અભ્યાસ કરનાર કલ્પેશ પ્રજાપતિનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. કલ્પેશ પ્રજાપતિ VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. કલ્પેશ પ્રજાપતિ આર્કિટેક્ચરના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.

આ બાબતમાં મૃતક કલેશ પ્રજાપતિના મિત્ર ફૈઝ દલવાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગઈકાલ સાંજના કોલેજથી છુટી રહ્યો હતો તે સમયે કલ્પેશને છાતીમાં અચાનક દુખાવો થયો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેલ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવે તે પહેલા જ કલ્પેશનો જીવ ચાલ્યો ગયો હતો. તેના મોતના સમચાર મળતા જ અન્ય વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

જ્યારે કલ્પેશ પ્રજાપતિની વાત કરીએ તો તેના પિતા વ્યારાના બાજીપુરા ગામમાં કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે. કલ્પેશ પ્રજાપતિ પરિવારમાં માતા-પિતા અને એક મોટી બહેન રહેલ છે. જ્યારે દીકરાના મોતથી પ્રજાપતિ પરિવારમાં ગમનું મોંજુ ફરી વળ્યું છે.