AhmedabadGujarat

અમદાવાદની યુવતીને જબજરસ્તી ધર્મ પરિવર્તન કરાવનાર વિધર્મી યુવકની પોલીસે કરી અટકાયત

અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લવજેહાદની ફરિયાદ નોંધાયેલી ફરિયાદના આધારે પોલોસે આરોપી વિધર્મી ઇકબાલની અટકાયત કરી લીધી છે. યુવતીને પ્રેમજાળમાં તેનો જબરસ્તીથી ધર્મ પરિવર્તન કરાવનાર વિધર્મી યુવકની હાલ તો પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં વસવાટ કરતી બે સગી બહેનોને વિધાર્મીઓએ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાંથી એક બહેનને કોમ્પ્યુટર કલાસમાં ઇકબાલ અન્સારી નામના યુવકે તેની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તે યુવતીને લઈને મુંબઇ ગયો હતો. જ્યાં બંનેએ લગ્ન કર્યા હતાં. ઇકબાલે લગ્નનું સોગંદનામું છે તેમ કહીને મરાઠી ભાષામાં લખેલા એક સોગંદનામા પર યુવતીની મરજી વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારે હાલ તો ઇકબાલની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, ઇકબાલ અન્સારી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. અને અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 7 વર્ષ પહેલા સિલાઈ મશીનનું કામ કરતો હતો. આરોપી ઇકબાલ અને યુવતી બંને જણા કોમ્પ્યુટર કલાસમાં વર્ષ 2015-16 દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અને બાદમાં ઇકબાલે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.