GujaratMadhya Gujarat

ઘોર બેદરકારી : દાહોદમાં ટ્રકની અડફેટે આવતા એક મહિલાનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત દાહોદથી સામે આવ્યો છે.

દાહોદમાં ટ્રકની અડફેટે આવતા એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ  પાર્ક કરેલી કારના ચાલક દ્વારા દરવાજો ખોલવામાં આવતા બાઈક તેનાથી અથડાઈ ગયું હતું. એવામાં તે સમયે પાછળથી આવતી ટ્રક દ્વારા બાઈકને કચડી નાખવામાં આવ્યું હતું. તેના લીધે મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જાણકારી મુજબ, APMC સર્કલ પાસે આ ઘટના સર્જાઈ હતી તેના લીધે ટ્રાફિકજામ સર્જાઈ હતો. જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ અડધેરસ્તે જ તેનો જીવ ચાલ્યો ગયો હતો. આ મામલામાં પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  તેની સાથે કાર ચાલકની બેદરકારીના લીધે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.