સુરત : ઘરની બહાર રમી રહેલ બે વર્ષીય બાળકને કારચાલકે અડફેટે લેતાં સારવાર દરમિયાન થયું કરુણ મોત
સુરત શહેરથી દયનિય ઘટના સામે આવી છે. સુરતમાં આવેલા વેલંજામાં ઘર પાસે રમતા બે વર્ષના બાળક ઉપર સોસાયટીના જ વ્યક્તિ દ્વારા કાર ચડાવી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. માસૂમ બાળક ગાડી નીચે કચડાઈ ગયું હતું. ત્યાર બાદ માસૂમ બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યુ હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાનો સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લીધે પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં આવેલા વેલંજામાં સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેનાર પરશાણીયા પરિવારના ચિરાગભાઈનો બે વર્ષનો પુત્ર કશ્યપ પોતાના ઘર નજીક રમી રહ્યો હતો. તે સમયે સોસાયટીમાંથી પસાર થઈ રહેલી એક ગાડી દ્વારા આ બાળકને કચડી નાખવામાં આવ્યો હતો. તેમ છતાં બાળકનો પરિવાર તાત્કાલિક દોડી આવ્યો અને આ બાળકને ગાડી નીચેથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયો હતો.
તેમ છતાં હોસ્પીટલમાં ફરજ પર રહેલા તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સોસાયટીમાં રહેનાર વ્યક્તિનું ધ્યાન ન રહેતા બાળક ઉપર ગાડી ચડાવી દેવામાં આવી હતી. બાળકના મોતના સમાચારને લઈને પરિવાર સાથે સોસાયટીમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. જયારે આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. તેમ છતાં પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.