સુરતમાં 108ની ટીમ ની સરાહનીય કામગીરી, કાદવ કીચડમાં 1 કિમી ચાલીને કરાવી પ્રસૂતા
સુરત જિલ્લાના પીપોદરા ખાતે વસવાટ કરતા કાજલબેન બબલુભાઈ પસમા નામની મહિલાને પ્રસુવની પીડા ઉપડી હતી. જેથી તેમને 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યારે ત્યાં પરિસ્થિતિ એવી હતી કે કાજલબેનને ત્યાં સ્થળ પર જ ડિલિવરી કરવી પડે તેમ હતું. તો ત્યાંથી 1 કિલોમીટર સુધીના રસ્તા પર ખૂબ જ કાદવ કીચડ હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ પણ કાજલબેન ના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ નહોતી. જેથી EMT ભદ્રેશભાઈ તેમજ PILOT અજયભાઈ નામના કર્મચારીએ આ મામલે ખૂબ જ સૂઝબૂઝથી કામ લીધું હતું.
ઉલ્લેખનીય છે કે, કાજલબેનની ડિલિવરી કરવી ખૂબ જ જરૂરી બની હોવાથી 108ની ટીમ 1 કિલોમીટર સુધીના કાદવ-કિચડવાળા રસ્તા પર ચાલીને કાજલબેનના ઘર સુધી પહોંચી હતી. જ્યાં પ્રસૂતાને ખૂબ જ અસહ્ય પીડા ઉપડતા 108ની ટીમે સ્થળ પર જ સુરક્ષિત ડિલિવરી કરાવીને કાજલબેનને સારવાર આપી હતી. કાજલબેને બાળકીને જન્મ આપ્યા પછી તેમને 1 કિલોમીટર અંદરથી મહિલાને સ્પાઇન બોર્ડ પર સુવડાઈને 108 એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, મહિલાને સારવાર આપીને 108ની ટીમે બાળકી માતા બંનેને તાત્કાલિક અસરથી સાયણ હોસ્પિટલ ખસેડયા હતા. આમ, 108ની ટીમે માતા તેમજ બાળકીનો જીવ બચાવીને ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી. જ્યારે આ સમાચાર ચારોતરફ ચર્ચાઓમાં રહેલા છે.