JunagadhSaurashtra

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ જોવા મળ્યું ભયાનક સ્વરૂપ, તણાયેલી કારનો જોવા મળ્યો આવો હાલ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં જુનાગઢમાં ગઈ કાલના ભારે વરસાદ જોવા મળો હતો. જુનાગઢમાં માત્ર ત્રણ કલાકમાં જ ૧૬ ઇંચ જ વરસાદ ખાબક્યો હતો. તેના લીધે જુનાગઢ પુર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. તેની સાથે જુનાગઢમાં કાર તણાવાના પણ ઘણા વિડીયો વાયરલ થયા હતા. જ્યારે હવે બધાના મનમાં એક જ સવાલ છે આ પાણીમાં તણાયેલી કારનું શું થયું હશે. જ્યારે અમે આજે તમને જણાવી રહ્યા છે કે આ કાર સાથે શું થયું.

નોંધનીય છે કે, જુનાગઢ ગઈ કાલ ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેના લીધે પાણીમાં કાર તણાતી હોય તેવો જુનાગઢનો વિડીયો પણ વાયરલ થયો હતો. હવે પાણી ઓસરી ગયા બાદની તસ્વીરો સામે આવી છે. ઘણી જગ્યાઓ પર કારનો ઢગલો જોવા મળ્યો હતો. પાણી પ્રવાહના લીધે રહેણાક વિસ્તારથી કાર ઘણા દૂર સુધી તણાઈ ગઈ હતી. તેના લીધે અનેક લોકોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો હતો.

જ્યારે જુનાગઢમાં ભારે વરસાદના લીધે પાણીનું જોર વધતા બંગલા અને સોસાયટીઓની બહાર પાર્ક કરવામાં આવેલ કાર રમકડાની જેમ પાણી તરતી જોવા મળી હતી. જ્યારે કેટલીક જગ્યાઓએ કાર તણાઈને ઘણી દૂર સુધી પહોંચી ગઈ હતી અને કારો એક-બીજા પર ચડેલી હાલતમાં પણ જોવા મળી હતી.

જ્યારે આજ સવારથી કારના માલિકો પાણીમાં તણાયેલ પોતાની કારને શોધવા માટે નીકળ્યા હતા. પરંતુ કાર માલિકો પોતાની કારને જોઇને ચકિત થઈ ગયા હતા. કેમકે કારનો ખડકલો જોઇને કાર માલિકો ચકિત થઈ ગયા હતા. કાળવા નદીમાં આવેલા પૂર જેવી સ્થિતિના લીધે જુનાગઢની સ્થિતિ ખરાબ બની હતી.