રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે. મર્સિડીઝ દ્વારા કારચાલક બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પતિ-પત્નીમાંથી પતિને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા કાર જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર ગઈકાલ રાત્રીના ફૂલ સ્પીડમાં આવેલી મર્સિડીઝ કાર દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવી થી. તેના લીધે બાઈક સવાર દંપતીમાંથી બાઈકચાલકને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટના સર્જાતા સ્થાનિકો લોકો દોડી અવ્યા હતા. તેમ છતાં અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મૂકીને નાસી ગયો હતો. આ મામલાની જાણકારી થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી.
પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાઈક ચાલકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ એન-ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર જપ્ત જરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે નાસી ચૂકેલ કારચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે.