ગણેશોત્સવને લઈને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા અને બેસાડવા પર લગાવ્યો પ્રતિબંધ
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા લોકો ભગવાન ગણેશજીની મોટી મૂર્તિ લાવીને ગણેશોત્સવ ઉજવતા હોય છે. પરંતુ આ વખતે સુરતમાં મોટી મૂર્તિ મુકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા વક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે મૂર્તિકારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાં અનુસાર સુરતમાં માત્ર 9 ફૂટ સુધીની ઊંચાઈ વાળી મૂર્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. જેને કારણે મૂર્તિકારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા ગણેશ ઉત્સવને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જે નિયમો રાખવામાં આવ્યા છે તેનાથી મૂર્તિકારો મુશ્કેલીમાં મુકાયા છે. સુરત પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર માટીની મૂર્તિ 9 ફૂટ સુધી બેસાડવા તેમજ તેને બનાવવાની મંજૂરી અપાઈ છે. ત્યારે મહિધરપુરા પોલીસે આ જાહેરનામાંને આધારે 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવનારા મૂર્તિકારોની કામગીરી બંધ કરાવી છે.
નોંધનીય છે કે, ગણેશોત્સવમાં 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે મૂર્તિમાં ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટર ઓફ પેરિસના મટિરિયલના કારણે નદી અને તળાવ પ્રદુષિત થાય છે. જેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલ તો આ જાહેરનામાને પગલે શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખના ઘરે પહોંચીને મૂર્તિકારોએ વિરોધ નોંધાવ્યો છે.p