સુરતમાં રોગચાળાનું જોર વધ્યું, તાવ-ઉલટી બાદ યુવકનો ગયો જીવ, પરિવારનો મુખ્ય આધાર છીનવાયો
સુરતમાં રોગચાળામાં લીધે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેનાર યુવકને ત્રણ દિવસથી તાવ અને ઉલટી ઓ થતા તેની હાલત ગંભીર બની હતી. તેના લીધે યુવકને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યુવકની વાત કરીએ તો તે બે વર્ષ અગાઉ સુરતમાં રોજગાર માટે આવલો હતો. યુવકના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તમને જણાવી દઈએ કે, મૂળ મહારાષ્ટ્ર નો રિતેશ ગજાનદન સીરાની સુરતના વેસુ વિસ્તારમાં હાઈ રાઈઝ બિલ્ડિંગોમાં ગાર્ડન કેળવણીનું કામ કરી રહ્યો હતો. જ્યારે રિતેશના બીજા બે નાના ભાઈ અને વિધવા માતા રહેલ છે. પરિવારના ત્રણ સંતાનોમાં તે મોટો દીકરો હતો. રિતેશ પરિવાર આર્થિક ભીંસમાં આવી ગયો હતો. રિતેશ બે વર્ષ પહેલા જ સુરતમાં રોજગારી મેળવવા માટે આવેલો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, પિતાના અવસાન બાદ મોટા ભાઈ રિતેશના માથે ઘરની જવાબદારી રહેલી હતી. એવામાં છેલ્લા ત્રણ દિવસથી રિતેશને તાવ આવી રહ્તાયો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તબિયત બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. તાવની ઝપેટમાં આવતા રિતેશને ભટારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. આ સિવાય રિતેશના તાવ, ડેન્ગ્યુ અને મેલેરિયાનો રિપોર્ટ પણ સામાન્ય આવ્યા હોવાનું સામે આવ્યું છે. રિતેશના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.