મહેસાણા હાઈવે પર ફોર્ચ્યુનર કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, કારચાલકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોનીબેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારે વધુ એક અકસ્માત કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઈવે પરથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા હાઇવે ઉપર આવેલા ગણેશપુરા પાટીયા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અકસ્માતની જાણકારી મળતા નંદાસણ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં કાર્યવાહી હાથ ધરી હતી.
કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે પર ફોર્ચ્યુનર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેના લીધે ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો. જેમાં મહેસાણા તરફથી આવી રહેલું ટ્રેલર ગણેશપુરા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક પહોંચ્યું તે દરમિયાન ફોર્ચ્યુનર કાર પાછળથી અડી જતા કાર ફંગોળાઈને ઝાડથી અથડાઈ ખેતરોમાં જઈને પટકાઈ હતી. આ અકસ્માતનો એટલો ભયંકર હતો કે, ગાડીનો કુચ્ચો બોલી ગયો હતો. અસ્ક્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણકારી નંદાસણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ આવી ગઈ હતી.
જાણકારી મુજબ, ગાડીમાં સવાર અર્પણ પટેલ નામના યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગાડીમાં બેઠેલા ચિંતનભાઈ પટેલને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાતા જ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાને લઈને નંદાસણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.