GujaratAhmedabad

અમદાવાદના શ્વાનનો આતંક : બાવળામાં આઠ વર્ષની બાળકીને પાંચ શ્વાને ચૂંથી નાખી

રાજ્યમાં રખડતા શ્વાનનો ફરી આંતક જોવા મળ્યો છે. કેમકે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રખડતા શ્વાન દ્વારા બાવળા તાલુકાના રૂપાલ ગામમાં આઠ વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ જેટલા શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રખડતા શ્વાનના લીધે અમદાવાદના બાવળામાં માસૂમ બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. બાળકી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. જયારે આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તેની સાથે બાળકીના વાલીના દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

તમને જણાવી દઈએ કે, રખડતા શ્વાનો દ્વારા આઠ વર્ષની બાળકીના પીઠ, હાથ સહિતના વિવિધ ભાગોમાં બચકા ભરવામાં આવ્યા હતા. તેના લીધે બાળકીને ભારે દર્દનો સામનો કરવો પડી રહ્યો છે. તેના લીધે બાળકીના શરીરમાં શ્વાનના બચકા ભરેલા જોવા મળ્યા છે. બાળકીને ગંભીર ઈજા પહોંચતા બાળકીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી છે.