VadodaraGujarat

વડોદરા દુર્ઘટનામાં પોલીસે 18 વિરુદ્ધ દાખલ કર્યો ગુનો, શાળાના પ્રિન્સિપાલ ના ઘર બહાર ગોઠવાયું ચુસ્ત બંદોબસ્ત

વડોદરાના હરણી લેક ઝોન ખાતે ના તળાવમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત સર્જાયો છે. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યાંરે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે  બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. જ્યારે આ મામલાને લઈને મોટી જાણકારી સામે આવી છે.

ઘટનાને લઈને રાત્રીના 11:30 વાગ્યા સુધી NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. . ઘટનાની જાણકારી મળતા જ જીવ ગુમાવનાર બાળકોના માતા-પિતાના આંક્રદથી ગમગીન વાતાવરણ ઉભું થઈ ગયું હતું. બીજી તરફ રેસ્ક્યૂ કરાયેલા બાળકોને તેમના વાલીઓ પોતાના ઘરે લઇને ચાલ્યા ગયા હતા. તળાવમાં બોટ પલટી જવાની ઘટના બાદ એક બાદ એક બેદરકારીઓ સામે આવી રહી છે.

તેની સાથે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન કરવામાં આવ્યું નહોતું. બીજી તરફ ક્ષમતા કરતા વધુ લોકો બોટમાં બેસાડવાના લીધે બાળકોના જીવ જોખમ મુકાયા હતા. વડોદરા પોલીસેની પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસ દ્વારા નવ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના બાદ ન્યુ સનરાઈઝ સ્કુલ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલની નીચે રહેનાર પ્રિન્સિપાલના મકાન બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તમને જણાવી દઈએ કે, આ સ્કૂલમાં કેજીથી લઈને 12 કોમર્સ સુધીનો અભ્યાસ ભણાવવામાં આવે છે.
તેની સાથે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી અને નિષ્કાળજી નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકોની વાત કરીએ તો તેમાં જેમાં બિનીત કોટીયા,, હિતેષ કોટીયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દિપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત સી. પ્રજાપતિ, જતીનકુમાર હરીલાલ દોશીમ નેહા ડી.દોશીમ તેજલ આશિષકુમાર દોશીમ ભીમસિંગ કુડિયારામ યાદવમ વૈદપ્રકાશ યાદવ, ધર્મીન ભટાણી,  નુતનબેન પી.શાહ, વૈશાખીબેન પી.શાહ, શાંતિલાલ સોલંકી, મેનેજર, હરણી લેકઝોન અને અંકિત, બોટ ઓપરેટરના નામ સામેલ છે.