વડોદરા દુર્ઘટના કેસને લઈને અત્યાર સુધીની સૌથી મોટી જાણકારી સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરાયો છે. મહત્વની વાત એ છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાના કેસ 17 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જેમાં 14 થી વધુ બાળકોએ જીવ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવા કેસમાં HC ના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. તેને લઈ હવે હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ ગુજરાત હાઇકોર્ટ માં પહોંચી ગઈ છે. પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત ચીફ જસ્ટિસ જજની કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે. પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જસ્ટિસ જજની કોર્ટમાં સુઓમોટો લેવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે હવે સુઓમોટોની રજૂઆત બાદ હાઈકોર્ટ દ્વારા દસ્તાવેજી પૂરાવા માંગવામાં આવ્યા છે.
તેની સાથે વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલ દુર્ઘટના પ્રથમ ઘટનાની નથી પરંતુ પહેલા બેદરકારીને લીધે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હોય તેવું બન્યું છે.
નોંધનીય છે કે, વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યાંરે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા.