વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. એવામાં પાદરામાં શિક્ષણ વિભાગ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી. પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવાયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા રાખવામાં પ્રવાસમાં ઘોર બેદરકારી સામે આવી છે. આ પ્રવાસમાં લઇ જવામાં આવેલ બાળકો પોરબંદરના દરિયા કિનારે સેફટી સુરક્ષા વગર દરિયા કિનારે રમતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો. તેને લઇને વડોદરા માં વધુ એક બેદરકારી સામે આવી છે. ત્યારે સાદરાના પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર મામલામાં બેદરકારી રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, પોરબંદર ખાતે લઈ જવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓના દરિયા કિનારે જોખમી પ્રવાસને લઈને સમગ્ર વડોદરામાં બેદરકારીને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ત્યારે શાળાના આચાર્ય દ્વારા પોતાનો બચાવ કરવામાં આવ્યો હતો. જેમાં આચાર્ય નિખિલ પટેલ દ્વારા જણાવ્યું છે કે, શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવાયું નથી અને બાળકોને સહી સલામત પ્રવાસ કરાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
તેની સાથે સાદરા ગામની પ્રાથમિક શાળામાં જોખમી પ્રવાસને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી છે. ત્યારે શાળાના આચાર્ય દ્વારા 25 જાન્યુઆરીના રોજ મંજૂરી મેળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ઊંચાઈવાળા કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળોએ નહીં જવાની સૂચના અપાઈ હતી. જયારે સાદરા ગામની પ્રાથમિક શાળા દ્વારા મંજૂરીની શરતોનો ભંગ કરવામાં આવ્યો કર્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બેદરકારી દાખનાર શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. તેની સાથે તેમણે જણાવ્યું છે કે, અન્ય શાળાઓમાં આવી બેદરકારી ના થાય તે માટે શાળાઓને સખ્ત આદેશ આપવામાં આવશે.