GujaratVadodara

વડોદરામાં આધેડ ઉમરનો વાનચાલક એકલી રહી ગયેલી વિદ્યાર્થીની સાથે કરતો અડપલાં, જાણો શું છે સમગ્ર મામલો?

વડોદરાને શર્મસાર કરનાર ઘટના સામે આવી છે. સ્કૂલ વાનમાં જતી 14 વર્ષની વિધાર્થીની સાથે 54 વર્ષના વાન ચાલક દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. વાન ચાલકની વાત કરીએ તો તે પહેલા અન્ય વિદ્યાર્થીઓને ઘરે ઉતારી દેતો અને ત્યાર બાદ વાનમાં છેલ્લા એકલી રહેલી વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઇને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. વિદ્યાર્થિની સાથે અવારનવાર વાન ચાલક દ્ધારા શારીરિક અડપલાં કરવામાં આવતા વિદ્યાર્થિની ભયભીત થઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા સ્કૂલ વાહન ચાલકની આ મામલાની જાણ થતા તેના વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્કૂલ વાન ચાલક ગોપાલસિંહ ચૌહાણ નામના 54 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

વડોદારના વાસણા ભાયલી વિસ્તારમાં રહેનાર પરિવારની 14 વર્ષની દીકરી સ્કૂલ વાનમાં શાળાએ આવતી જતી રહેતી હતી. સયાજીગંજ વિસ્તારમાં રહેનાર 54 વર્ષીય ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણ આ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતો અને તેને ઘરે મૂકવા જતો હતો. તેની સાથે વાનમાં અન્ય વિદ્યાર્થીઓ પણ બેસતા રહેતા હતા. પરંતું આ તમામ વિદ્યાર્થીઓ પહેલા ઉતરી જતા અને 14 વર્ષીય વિદ્યાર્થીની નું ઘર છેલ્લું હોવાના કારણે તે સૌથી છેલ્લા વાનમાંથી ઉતરતી હતી.

જ્યારે 54 વર્ષીય વાનચાલક ની 14 વર્ષની માસૂમ સગીરા પર દાનત બગડી હતી. એવામાં અન્ય વિદ્યાર્થીઓ વાનમાંથી ઉતરી જાય ત્યાર બાદ તે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો રહેતો હતો. વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઈ તે તેને સ્પર્શ કરતો રહેતો હતો. ત્યારે વાન ચાલક ની આ હરકતથી વિદ્યાર્થીની ભયભીત થઈ ગઈ હતી. તેણે હિંમત કરીને નાના-નાની અને યોગ શિક્ષકને આ બાબતમાં જાણ કરી હતી. તેના લીધે પરિવારજનો દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ વાન ચાલકની ધરપકડ કરીને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.