રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત આવી ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત વડોદરાથી સામે આવી છે. વડોદરામાં ગઈ કાલ રાત્રીના સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી બાબતમાં બોલાચાલી થયા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. ત્યાં કેટલાક લોકો દ્વારા આવી પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઘટનાની જાણકારી ડીસીપી લીના પાટીલ ને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેની સાથે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે પથ્થરમારો કરનાર ની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
તેની સાથે જણાવી દઈએ કે, ઉશ્કેરાયેલા ટોળા દ્વારા અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેના લીધે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ટોળા પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. એવામાં તે પણ જાણકારી સામે આવી છે કે, આ પથ્થરમારાની ઘટનામાં કેટલીક લારીઓને નુકસાન થયું છે.
આ સમગ્ર મામલામાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેનારા જતીન અર્જુનભાઈ પટેલ દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજમહેલ રોડ પર ઉંટખાનની ગલીના નાકે મારી મોબાઈલ એસેસરીઝ ની દુકાન રહેલી છે. જ્યારે હું ઈન્સ્ટાગ્રામ પર લાઈવથઈને મારા ગ્રાહકોને ઓફર જણાવી રહ્યો હતો. તેના લીધે મારા ગ્રાહકો દ્વરા જય શ્રી રામ કહીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ હું ઓફર ની જાહેરાત કરી રહ્યો હતો. તે સમયે sahid-patel-7070 નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી અભદ્ર કોમેન્ટ કરવામાં આવી હતી. જ્યારે કોમેન્ટમાં જોયું તો તેનું નામ સહીદ પટેલ જોવા મળ્યું હતું. તે પાદરા ખાતે રહેતો હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ મેં તેને ફોન કર્યો તેને ફોન ઉપાડ્યો નહોતો. જ્યારે કોમેન્ટ વાળો ફોટો પણ ડીલીટ કરી નાખ્યો હતો.