અલકાયદાના ખતરનાક નેતા ખાલિદ અલ-બતરફીનું મોત, તેના પર 50 લાખ ડોલરનું ઈનામ હતું
યમનની અલ-કાયદા શાખાના નેતા ખાલિદ અલ-બતરફીનું અવસાન થયું છે. આતંકવાદી સંગઠને રવિવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે અમેરિકી સરકારે અલ-કાયદા ઇન અરેબિયન પેનિન્સુલા (AQAP) જૂથનું નેતૃત્વ કરનાર ખાલિદ અલ-બતરફી પર 5 મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી હતી. AQAP તેના સ્થાપક ઓસામા બિન લાદેનની હત્યા બાદ પણ સક્રિય ઉગ્રવાદી જૂથની સૌથી ખતરનાક શાખા માનવામાં આવે છે.
અલ-કાયદાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં અલ-બતરફી કાળા અને સફેદ અલ-કાયદાના ઝંડામાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે. વિડિયોમાં બટાર્ફીના મૃત્યુના કારણ વિશે કોઈ વિગતો આપવામાં આવી નથી અને તેના ચહેરા પર ઈજાના કોઈ દૃશ્યમાન ચિહ્નો દર્શાવવામાં આવ્યા નથી. એવું માનવામાં આવે છે કે અલ-બતરફી લગભગ 40 વર્ષનો હતો.
‘SITE ઈન્ટેલિજન્સ ગ્રુપ’ના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ એક વીડિયો જાહેર કરીને બતરફીના મોતની જાણકારી આપી હતી.સંસ્થાએ આ જાહેરાત રમઝાન પર્વ પર કરી હતી. યમનમાં સોમવારથી મુસ્લિમોનો પવિત્ર માસ શરૂ થવા જઈ રહ્યો છે. તેણે જાહેરાત કરી કે સાદ બિન આતેફ અલ-અવલાકી હવે તેના નેતા હશે. અમેરિકાએ અવલાકી પર 6 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. યુ.એસ.એ જણાવ્યું હતું કે અવલાકીએ “સાર્વજનિક રીતે યુએસ અને તેના સાથી દેશો સામે હુમલા કરવા માટે આહવાન કર્યું છે.”