રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં એક કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર ચલાવી વાહનોને અડફેટે લેવામાં હોવાની ઘટના સામે આવ્યો છે. તેના લીધે સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ ઉભો થઈ ગયો હતો. મેમનગર વિસ્તાર ના સામ્રાજ્ય ટાવર નજીક એક કારને અડફેટે લીધા બાદ કાર ચાલક દ્વારા નાસી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિકો દ્વારા કાર ચાલકને ઝડપી પાડી પોલીસ ને આ મામલામાં જાણ કરી હતી.
તેની સાથે સ્થાનિકો દ્વારા કાર ચાલકનો પકડી તેની પૂછપરછ કરવામાં આવી તો કાર ચાલક નશાની હાલતમાં સામે આવ્યું હતું. જ્યારે બેફામ કાર ચાલકે સુખીપુરા ગામમાં પણ ત્રણ મોપેડને પણ અડફેટે લેવામાં આવ્યા હતા. તેમજ રસ્તા માં પાર્ક કરેલા બાઈક અને મોપેડને ટક્કર માર્યા બાદ કાર વીજ કંપની ની ડીપી સાથે અથડાઈ ગઈ હતી. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર સામે આવ્યા નથી. સુખીપુરા ગામમાં લોકો દ્વારા કાર ચાલકને ઝડપીને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં એ ડીવીઝન પોલીસ દ્વારા કાર જપ્ત કરી કાર માલિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના નાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.