રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ગરમી જોર પકડ્યું છે. તેના લીધે રાજ્યના પાંચ શહેરોમાં તાપમાન ૪૦ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમ છતાં બે દિવસથી ગરમી માં આંશિક રાહત મળે તેવી શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના લીધે ગરમીમાં ઘટાડો જોવા મળવાનો છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, હજુ બે દિવસ સુધી તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો જોવા મળવાનો છે. અમદાવાદમાં ગઈ કાલના ગરમીનું જોર જોવા મળ્યું હતું. એવામાં આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતા રહેલી છે. બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમ રાતની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે તાપમાનમાં ઘટાડો થયેલ છે. દરિયા કિનારે ડિસ કમ્ફર્ટ યથાવત રહેવાનું છે. ગુજરાતના પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. પશ્ચિમી પવન ફૂંકાવા લીધે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરાઈ છે. હાલમાં ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. પરંતું એપ્રિલ ની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાવવાનું છે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જાય તેવી શક્યતા છે.