SaurashtraGujaratJamnagar

માતાએ ઠપકો આપતા નવ વર્ષના માસુમ બાળકે કર્યો આપઘાત

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત જામનગરથી સામે આવી છે. જામનગરના દરેડ વિસ્તારમાં રહેનારા પરપ્રાતિય પરિવારના નવ વર્ષના બાળક દ્વારા ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, મૂળ મધ્યપ્રદેશના વતની અને જામનગર નજીક દરેડમાં રહેનાર અને મજૂરી કામ કરતા કોમલ કુમાર જાટવ ના પુત્ર દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો.

જાણકારી મુજબ, કોમલ કુમાર જાટવ ના નવ વર્ષના પુત્ર લક્કી દ્વારા ઘરે ગળે ફાંસો ખાઈ લેતા બાળક ને પરિવાર દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પર હાજર રહેલા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃત બાળકને માતા દ્વારા સાયકલ ચલાવવાની સામાન્ય બાબતમાં ઠપકો આપવામાં આવ્યો હતો. માતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તે કેમ ચલાવવા ગયો હતો.

જ્યારે માતા દ્વારા ઠપકો આપ્યા બાદ બાળકને માઠું લાગી ગયું હતું. ત્યાર બાદ તેણે રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પુત્ર દ્વારા સામાન્ય બાબતમાં ગળે ફાંસો ખાઈ લેતા સમગ્ર પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી રહેલ છે.