South GujaratGujaratSurat

સુરતમાં સર્જાઈ મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો ઈજાગ્રસ્ત

સુરત શહેરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં છ બિલ્ડીંગ ધરાશાઈ થઈ  હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના પાલી ગામમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની જાણકારી સામે આવી છે. આ બિલ્ડીંગના કાટમાળ નીચે 8 થી 10 લોકો દબાયા હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું છે.

જાણકારી મુજબ, સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલી ડીએમ નગરમાં એક પાંચ માળની બિલ્ડિંગ રહેલી હતી. આ બિલ્ડિંગ માત્ર આઠ વર્ષ જ જૂની રહેલી હતી. એવામાં તે આજે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેની અંદર લોકો રહેલા હતાં. આ દુર્ઘટનામાં અંદાજીત 15 જેટલાં લોકોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણકારી મળતા સચિન પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. પોલીસ અને ફાયર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જમીનદોસ્ત થયેલી બિલ્ડિંગના કાટમાળની નીચે કેટલાંક લોકો દબાયા હોવાની આશંકા સાથે સાવચેતીપુર્વક ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાટમાળને ખૂબ જ સાચવીને ખસેડવામાં આવી રહ્યો છે તેના લીધે કોઈ નીચે દબાયું હોય તો તેનો જીવા બચાવી શકાય. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ આવી પહોંચ્યા હતા. ત્યારે આ બિલ્ડીંગ ક્યા કારણોસર ધરાશાયી થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા તંત્ર તરફથી આપવામાં આવ્યો નથી.

તેની સાથે ઘટનાની જાણકારી મળતા સુરત જિલ્લા કલેકટર સૌરભ પારઘી તેમજ ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. જ્યારે બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.