અમદાવાદ ના નારોલ વિસ્તારથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. નારોલમાં પત્નીની પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નારોલમાં શાહવાડી માં રસોઈ બનાવવા બાબત માં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં જમવામાં મીઠું વધુ નાખવાની બાબતમાં પતિને ગુસ્સો આવી જતા પત્નીની હત્યા કરી નાખવામાં આવી હતી.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, પતિ દ્વારા પત્નીને ઢોર માર મારવામાં આવતા પેટમાં પાટું મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવી હતી. આ ઘટનાને લઈને નારોલ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં રહેનાર લત્તાબહેન સંગાડા દ્વારા નારોલ વિસ્તારમાં શ્રીરામ ટેનામેન્ટ સામે શાહવાડી ગામમાં રહેનાર સનું ઉર્ફે સુનિલભાઇ સરદારભાઇ ડામોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરીયાદીની નાની બહેન અનિલાબહેન દ્વારા આરોપી સાથે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા. તેમને સંતાનમાં ત્રણ બાળકો રહેલ છે.