પંચમહાલ : વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકને 20 વર્ષની સજા
પંચમહાલના ગોધરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચમહાલના ગોધરામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને ભગાડીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ મામલામાં હવે મોટા સમાચાર સામે અવ્યા છે. આ મામલામાં ગોધરા સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા શિક્ષકને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
તેની સાથે જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. તેમાં હત્યા, ચોરી અને દુષ્કર્મના કેસોમાં વધારો થયો છે. એવામાં પંચમહાલમાં ગુરૂ-શિષ્યનાં સંબંધને લાંછન લગાવનાર ઘટના ઘટી છે. જેમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને ભગાડી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં અવાયું હતું. આ કેસમાં કોર્ટ દ્વારા આરોપી શિક્ષક નિમેષ પટેલને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગોધરા સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા શિક્ષકને 20 વર્ષે કેદની સજા તેમજ 30 હજાર રૂપિયા દંડનો ફટકારવામાં આવ્યો છે. સગીરાને લગ્નની લાલચ આપી શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સરકારી વકીલની દલીલો અને મજબૂત પુરાવાઓને ધ્યાને લેતા કોર્ટ દ્વારા આરોપીને સખ્ત સજા સંભળાવવામાં આવી છે.