ચોમાસાની મૌસમમાં વડોદરા વાસીઓ રસ્તા પર ચાલતા નીકળતા પહેલા આટલું જાણી લેજો, નહીંતર આવી શકે છે મુશ્કેલી
વડોદરામાં ખાસ કરીને ચોમાસાની રૂતુમાં મગર રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં તાજેતરમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વર્તમાન સોસાયટીમાં મોડી રાત્રે મહાકાય મગર આરામ ફરમાવતો હોવાનું ધ્યાને આવતા સ્થાનિકોના જીવ અદ્ધર થયા હતા. જો કે ત્યાંના સ્થાનિક લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમતે રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે સરીસૃપ અને મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાની ઘટનાઓ આજે પણ યથાવત જોવા મળી રહી છે. મધરાતે મગર ગામમાં બિન્દાસ લટાર મારતો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ફફડાટ સાથે તેને જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અવારનવાર આવા બનાવો બનતા વડોદરા શહેરની વિવિધ પ્રાણીપ્રેમી સંસ્થાઓ આવા જીવોને રેસ્ક્યુ કરી તેમને સહી સલામત રીતે વન વિભાગને સોંપી રહ્યા છે.
આ બનાવ અંગેની જાણ સ્થાનિક લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરતા રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી. જેમાં મહર્ષિ બ્રહ્મભટ્ટ નીરજ પાસી અને સંદીપ ગુપ્તા સ્થળ પર આવી પહોંચ્યા હતા. જેમને આ મગર જોતા તેમને અંદાજે છ થી સાત ફૂટ લાંબો મહાકાય મગર હોવાનું જણાવ્યું હતું. ત્યારે તેમને આ અંગેની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુઅર નીતિનભાઈને કરી હતી.
ત્યારબાદ તેઓ પણ અન્ય ટીમના સભ્યો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. અને ભારે જહેમત બાદ મગર સહી સલામત પકડમાં આવતા તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા. જો કે વન વિભાગે મગરને પાંજરામાં પુર્યા બાદ ગ્રામજનોના જીવમાં જીવ આવ્યો હતો. પાંજરે પુરાયેલા મહાકાય મગરને જોવા આખું ગામ ઉમટી પડવા સાથે તેના વિડીયો લોકોએ મોબાઈલમાં ઉતાર્યા હતા. જો કે હાલમાં ચોમાસાની ઋતુ અને સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ઠલવાતા ગામમાં આ મહાકાય મગર આવી ચઢવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.