IndiaInternationalMoneyNews

હિંડનબર્ગના આરોપોને લઈને SEBI ચીફ અને અદાણી ગ્રૂપે પહેલીવાર આપ્યું આ મોટું નિવેદન

ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જેના કારણે ભારતીય બજારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે ફરી એકવાર હિંડનબર્ગ રિસર્ચ ભારત વિશે કેટલાક મોટા ખુલાસા કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. જો કે, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટમાં કંપનીએ લખ્યું છે કે ‘અમે ટૂંક સમયમાં ભારતમાં કંઈક મોટું જાહેર કરીશું’.

હિંડનબર્ગના આરોપો પર સેબીના અધ્યક્ષે જણાવ્યું છે કે – ‘અમારું જીવન અને નાણાં એક ખુલ્લી પુસ્તકની જેમ છે, આ ચારિત્ર્યની હત્યાનો પ્રયાસ છે’ અમારા પર લગાવવામાં આવેલ તમામ આરોપો એકદમ ખોટા છે. આ તમામ આરોપો પાયાવિહોણા છે. તમામ જરૂરી ડિસ્ક્લોઝર વર્ષોથી સેબીને સબમિટ કરવામાં આવ્યા છે. તે દુઃખદ છે કે સેબીની કાર્યવાહીને કારણે, હિંડનબર્ગે તેના પાત્રની હત્યા કરવાનો પ્રયાસ કર્યો.

જો કે થોડા વર્ષો પહેલા હિંડનબર્ગ રિસર્ચે અદાણી કેસમાં મોટો ખુલાસો કર્યો હતો. ત્યારે હવે હિંડનબર્ગે SEBI ને પણ લપેટમાં લઇ લીધું છે. આ અંગે આરોપ લગાવવામાં આવ્યો છે કે સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચની અદાણી ગ્રુપની એક કંપનીમાં હિસ્સો ધરાવે છે, તેઓ આ કૌભાંડમાં જોડાયેલ છે. આ મામલે આખરે અદાણી ગ્રૂપે પોતાનું નિવેદન બહાર પાડ્યું છે. આ મામલે અદાણી ગ્રૂપે એક પ્રેસ નોટ પણ રિલીઝ કરી દીધી છે.

હિંડનબર્ગ ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે SEBI ના ચેરપર્સન માધાબી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે. તેના કારણે 18 મહિનામાં પણ અદાણી ગ્રુપ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.