વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દરેક દેવી દેવતાઓના સ્થળમાં ઘણી સુવિધાઓ સાથે સુધારો કરવામાં આવી રહ્યો છે, જેથી ભકતોને મુલાકાત દરમિયાન કોઈ અગવડ ના પડે. ત્યારે હવે બેટ દ્વારકાની કાયાપલટ કરવામાં આવશે. જો કે થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાણીમાં ડુબેલી ગયેલ દ્વારિકા નગરીને સબમરીનથી નિહારવાનો પ્રોજેક્ટ હાલમાં પાઈપલાઈનમાં છે.
જો કે હાલની માહિતી અનુસાર ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા બેટ દ્વારકાને વર્લ્ડ ક્લાસ લેવલે આઈલેન્ડનું ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ૩ ફેઝમાં કરોડોના ખર્ચે કામ હાથ ધરવામાં આવશે. જેમાં સૌપ્રથમ મંદિર પરિસર, બીચ અને ત્યારબાદ તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે.
ગુજરાત સરકારે પહેલાં ફેઝ માટે 150 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેનું ટેન્ડરિંગ વર્ક હાલમાં ચાલી રહ્યું છે. જેમાં બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી લઇને બીચને કરોડોના ખર્ચે વિકસાવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ત્રણ ફેઝ માં બેટ દ્વારકાનું નવીનીકરણ કરવામાં આવશે. આ માટે ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા બેટ દ્વારકાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ બેટ દ્વારકા આઇસલેન્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે INI ડિઝાઇનની નિમણૂક કરી હતી. જે બાદ મહિનાઓ સુધી રિસર્ચ કરીને વર્લ્ડ ક્લાસ લેવલે INI ડિઝાઇને બેટ દ્વારકાનો માસ્ટર પ્લાન બનાવ્યો છે.
બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 1
- દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ,
- હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ,
- સ્ટ્રીટ બ્યુટિફિકેશન,
- શંખનારાયણ મંદિર
- તળાવ ડેવલપમેન્ટ
- નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ,
- ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર
- હાટ બજાર
- હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક
આવનારા સમયમાં ફેઝ 2 અને 3નું ડેવલપમેન્ટ થશે. જેમાં ફેઝ-2માં
- દાંડી હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ,
- અભય માતા મંદિર,
- નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર,
- સનસેટ પાર્ક,
- કેમ્યુનિટી લેક ડેવલપમેન્ટ,
- સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર,
- રોડ એન્ડ સાઈન
બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 3
- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ,
- કોમ્યુનિટી લેક ડેવલપમેન્ટ
- લેક અરાઈવલ પ્લાઝા
- બીચથી મંદિર સુધી શટલ સર્વિસ,
- ઈવ્હીકલ,
- ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ,
- ઓડિયો વિઝુઅલ પ્રદર્શન,
- સ્કિલ ડેવલપમેન્ટ
- ગાઈડ ટ્રેનિંગ