Gujarat

ઠંડી ને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel

હવામાન : ગુજરાતમાં હાલમાં થોડી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે, પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કડક ઠંડીની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 24 જાન્યુઆરી સુધી તાપમાન સામાન્ય રહેશે, પરંતુ 25 જાન્યુઆરીથી રાજ્યમાં ફરી ઠંડી પવન શરૂ થશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠા થવાની શક્યતા છે. 27 જાન્યુઆરી બાદ રાજ્યનું તાપમાન 12 થી 17 ડિગ્રી વચ્ચે રહેશે.

હવામાન વિભાગ અને નિષ્ણાતોના કહેવા મુજબ, રાજ્યમાં આ વખતે શિયાળો લાંબો સમય ચાલશે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજના કારણે 21 થી 30 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવાશથી માવઠું થવાની સંભાવના છે.

અગાઉના થોડા દિવસોમાં કાતિલ ઠંડીના કારણે લોકો ઠંડીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા. પરંતુ હાલ પવનની દિશા બદલાતાં તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. હવે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તેમ છતાં 24 જાન્યુઆરી પછી ફરી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થશે અને ઠંડી વધશે.

ઉત્તર ભારતમાંથી પશ્ચિમી વિક્ષેપના કારણે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળવાની શકયતા છે. 27 થી 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા છે. આ સિવાય 18 થી 20 જાન્યુઆરી દરમિયાન ડાંગના વિસ્તારોમાં મોટા પલટા જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ સીઝનમાં અરબી સમુદ્રના ભેજના કારણે હવામાનમાં વારંવાર ફેરફાર જોવા મળશે, અને આ વખતે શિયાળો સારો એવો લાંબો ચાલે એવી સંભાવના છે.