GujaratSouth GujaratSurat

બાઇક પર સવાર પિતા પુત્ર ને અકસ્માત નડતા 3 વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યુ, પરિવાર શોકમાં ગરકાવ

રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ અકસ્માત ના કિસ્સાઓમાં ઘણી વખત મોત થઈ જવાથી મૃત્યુ પામનારના પરિવારજનો પર મોટી આફત આવી પડતી હોય છે. ત્યારે વડોદરામાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે. જ્યાં એક પિતા તેમના બાળકને બાઇક પર બેસાડીને રોડ ઉપર નીકળે છે ત્યારે અકસ્માત સર્જાતા પિતાની નજર સમક્ષ જ અકસ્માતથી બાળકનું મોત નીપજે છે. પોલીસે હાલ તો આ સમગ્ર મામલે આરોપી ટેમ્પો ચાલકની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા ખાતે આવેલ ભાયલી ગામમાં અંબા માતાનાં મંદિરની પાછળની બાજી ભાડાના મકાનમાં વસવાટ કરતા સંજય રાવળે પોતાની નજર સામે જ પોતાના 3 વર્ષના માસુમ દીકરાને મરતા જોયો હતો. તરફડીયા મારી અંતિમ શ્વાસ લેતા જોયો. પિતા સંજય પાસે ત્રણ વર્ષના માસૂમ બાળક યુવરાજે દૂધ પીવાની જીદ કરતા સંજય ભાઈ ગતરોજ સાંજના સમયે તેમના દીકરા યુવરાજને બાઈક પર બેસાડીને બજાર જવા માટે નીકળ્યા હતા. ત્યારે ભાયલી ગામના સ્મશાન પાસે સંજયભાઈ અને તેમનો દીકરો બાઇક પર સવાર થઈને  પહોંચે તે દરમિયાન અચાનક જ એક ટેમ્પો રોંગ સાઈડ થી આવીને બાઈક પર સવાર થઈને જઈ રહેલા બંને પિતા પુત્રને અડફેટે લે છે. જેમાં 3 વર્ષનો યુવરાજનું હવામાં ફંગોળાઈ ને નીચે જમીન પર પટકાતા મોત નીપજે છે.

નોંધનીય છે કે, પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આરોપી ટેમ્પો ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ 3 વર્ષીય માસુમ યુવરાજના મૃતદેહ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા પછી પરિવાર ને સોંપવામાં આવ્યો હતો. માસ યુવરાજનું મોત નિપજતા હાલ તો સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.