70 વર્ષની દાદી જોડિયા બાળકોની માતા બની પરંતુ આ કેવી રીતે થયું?
A 70-year-old grandmother became a mother
ચોક્કસ વય પછી સ્ત્રીઓ તેમની માતા બનવાની ક્ષમતા ગુમાવે છે. આ કુદરતી રીતે થાય છે, પરંતુ આજકાલ વિજ્ઞાને આ ખોટું સાબિત કરી દીધું છે અને કુદરતી રીતે અશક્ય હતી તેવી વસ્તુઓને શક્ય બનાવી છે. આપણે બધા જાણીએ છીએ કે મેનોપોઝ પછી સ્ત્રીઓ માતા બની શકતી નથી. પરંતુ આજે અમે એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે 70 વર્ષની ઉંમરમાં પણ માતા બની હતી.
યુગાન્ડાની એક 70 વર્ષની દાદીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. મહિલાનું નામ સફિના નામુકવાયા છે. બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દાદી બનવાની ઉંમરમાં જ આ મહિલા જોડિયા બાળકોની માતા બની હતી. હવે સફિના નામુકવાયા માતા બનવા માટે વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે સૈફીનાની સિઝેરિયન ડિલિવરી થઈ હતી. જે બાદ તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો. સૈફિનાની ડિલિવરી કમ્પાલાના ઈન્ટરનેશનલ એન્ડ ફર્ટિલિટી સેન્ટરમાં થઈ હતી. સૈફીના કુદરતી પ્રક્રિયાથી નહીં પરંતુ IVF દ્વારા ગર્ભવતી બની હતી. સાડા 8 મહિના પછી સૈફીનાએ એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો છે. બંને બાળકોનું વજન 2-2 કિલો છે.
આ પહેલા તેને 3 વર્ષની દીકરી પણ છે. હોસ્પિટલની વેબસાઈટ પર આપેલા ઈન્ટરવ્યુમાં સૈફીનાએ જણાવ્યું કે આ ઉંમરે માતા બન્યા બાદ તે ખૂબ જ સારું અનુભવી રહી છે. 2020 સુધી તેને કોઈ સંતાન નહોતું પરંતુ હવે તે 3 બાળકોની માતા છે.