લોકસભાની ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફોટકો, આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી આવતા પહેલા પક્ષપલટાની શરૂઆત  શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બનાસકાંઠાના કોંગ્રેસ ના પીઢ નેતા ગોવાભાઈ રબારી કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગોવાભાઇ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેર સભાના આયોજન બાદ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ દ્વારા તેમને ભાજપનો ખેસ પહેરાવી ને ભાજપમાં જોડવામાં આવ્યા છે.
તેની સાથે ગોવાભાઈ દેસાઈ ના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ગોવાભાઇ દેસાઈ ના સમર્થનમાં 200 થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ગોવાભાઈ ભાજપના સાંસદ, ધારાસભ્યોમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝડકો પડ્યો છે. ગોવાભાઈ ને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ દ્વારા ખેલ પાડવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામ ના રહેવાસી ગોવાભાઈ દેસાઈ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં રહેલા હતા. જ્યારે તે અત્યાર સુધીમાં સાત વખત વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્તેવારા મના પુત્ર સંજય રબારી ને ટિકિટ આપવામાં આવી હતી. તેમ છતાં આ ચૂંટણીમાં સંજય રબારી ની હાર થઈ હતી. તેમને ભાજપના ઉમેદવાર સામે હાર મળી હતી.

જ્યારે ગોવાભાઈ ડીસા બેઠક પરથી 2017 ની ચૂંટણીમાં લડ્યા હતા.. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોવાભાઈ રબારી ને  ભાજપના શશીકાંત પંડ્યા સામે હાર મળી હતી. ગોવાભાઈ રબારીની વાત કરીએ તો તે ડીસાના કુચાવાડા ગામના છે. ગોવાભાઈ દેસાઈ દ્વારા કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ તે રહી ચુક્યા છે. તેમણે અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી છે.