ISKP આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ સુરતની મહિલાને લઈને સામે આવી મોટી જાણકારી….

ગુજરાત એટીએસ દ્વારા આજે મોટુ ઓપરેશન પાર પાડવામાં આવેલ છે. એટીએસ દ્વારા પોરબંદરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા પકડવામાં આવેલ ચારેય આતંકીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમાં સુરતના સૈદપુરામાં રહેનાર સુમેરા બાનુ નામની મહિલાની પણ ધરપકડ કરવા આવેલ છે. જ્યારે આ મહિલાને જાણકારી સામે આવી છે.
સુરતમાં રહેનાર સુમેરા બાનુ ની વાત કરીએ તો તેના લગ્ન તામિલનાડુના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ અઢી વર્ષ પછી યુવતીના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ સુમેરા બાનુ બે સંતાન સાથે સુરતના સૈયદપુરા ખાતે આવેલ બાગ A ફિઝા એપાર્ટમેન્ટમાં પિતાના ઘરે રહેવા માટે આવી ગઈ હતી. સ્થાનિકો લોકોએ જણાવ્યું છે કે, સુમેરા બાનુ એપાર્ટમેન્ટમાં રહેતા કોઈપણ સભ્ય સાથે વાતચીત કરતી નહોતી. જ્યારે ઘરમાં એકલી જ રહેતી હતી અને માત્ર બાળકોને સ્કુલે છોડવા માટે જ ઘરની બહાર નીકળતી હતી.
તમને જણાવી દઈએ કે, ગુજરાત એટીએસ દ્વારા શ્રીનગરના ત્રણ યુવકોની પોરબંદર રેલવે સ્ટેશન પાસેથી અટકાયત કરવામાં આવી હતી. જ્યારે આ ત્રણે યુવકો આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. તેમની પૂછપરછ કરવામાં આવતા સુરતના સૈદપુરા ખાતે રહેનારી સુમેરાબાનુ પણ આ ગતિવિધિઓ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા ત્રણની અટકાયત કરવામાં આવી હતી.
તેની સાથે આ ત્રણ યુવકોની પૂછપરછમાં સુમેરાબાનુ મહિલાનું નામ સામે આવ્યું હતું. આ કારણોસર ગુજરાત એટીએસ પોલીસની ટીમ તાત્કાલિક સુરત પહોંચી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી સૈયદપુરામાં આવેલ બાગ A ફિઝા એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેનાર રહેતી સુમેરાબાનુ ધરપકડ કરી લીધી હતી. ATS દ્વારા સુમેરાની પૂછપરછ કરી પંચનામું કરવામાં આવ્યું હતું. સુમેરા પાસેથી ચાર મોબાઇલ પણ પ્રાપ્ત થયા છે.
જ્યારે આ ચારે આતંકીઓ પોરબંદર થી દરિયા માર્ગ અફઘાનિસ્તાન જવાનો ઈરાદો ધરાવી રહ્યા હતા. દેશ છોડીને અફઘાનિસ્તાન જાય તે પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા આતંકી ઉમેદ, હાલાલ અને મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડમાં પૂછપરછ દરમિયાન સુરતના સૈયદપુરામાં રહેનાર સુમેરાબાનુની ATS દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસીની મદદથી સૈયદ અટકાયત કરવામાં આવી હતી. આ ચારેય જણ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISKP વતી તેના આતંકવાદી ક્રુત્યમાં ભાગ લેવાના હોવાનું સામે આવ્યું છે.