પાર્કમાં ઝાડની વચ્ચે છુપાયેલી છે બિલાડી.. ચતુર છો તો શોધી કાઢો ક્યાં છે બિલાડી?
કેટલીક તસવીરો એવી હોય છે જે આંખને પણ માત આપી દે. આવી તસવીરો આંખને બ્રહ્મ કરાવી દે છે. આવી તસવીરોને પહેલી નજરે જોવાથી આપણે જ કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. સોશિયલ મીડિયા પર આવી તસવીરો ખૂબ જ વાયરલ થતી હોય છે. લોકોને પણ આવી તસવીરોમાં છુપાયેલી વસ્તુઓ શોધવાનું ગમે છે. લોકો આવી તસ્વીર પર કોમેન્ટ કરીને જણાવતા હોય છે કે તસ્વીરમાં છુપાયેલી વસ્તુ ક્યાં છે.
આ પ્રકારની તસ્વીરો અને વસ્તુ શોધવાની રમત માઈન્ડ ફ્રેશ પણ કરી દેતી હોય છે. સાથે જ તે મગજને પણ કસરત કરાવે છે. આવી જ એક તસવીર અહીં રજૂ કરવામાં આવી છે. આ તસવીર એક પાર્કની છે જેમાં અલગ અલગ રંગના પાન વાળા ઝાડ દેખાય છે. આ ઝાડની વચ્ચે એક બિલાડી પણ છુપાયેલી છે. હા તસવીર શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિની નજર અને મગજ તેજ હશે તે વ્યક્તિ જ પાર્કમાં છુપાયેલી બિલાડીને શોધી શકશે.
પાર્કની તસવીરની સાથે બીજી તસવીર પણ શેર કરવામાં આવી છે જેમાં દર્શાવાયું છે કે ખરેખર બિલાડી ક્યાં છુપાયેલી છે. તસવીરમાં પીડા અને લીલા પાન વાળું એક ઝાડ જોવા મળે છે. તેની વચ્ચે એક પંપ પણ જોવા મળે છે. આ તસવીરની અંદર એક બિલાડી પણ છે જેને તમારે શોધવાની છે. તમારા મગજને પણ બરાબર કસરત કરાવો અને થોડી જ મિનિટોમાં શોધી બતાવો કે બિલાડી ક્યાં છે.
જો તમે મહેનત કરીને થાકી ગયા હોય અને બિલાડી દેખાતી ન હોય તો ચાલો તમને જણાવી દઈએ કે બિલાડી ક્યાં બેઠી છે. તસવીરમાં બિલાડી ઝાડની નીચે જ્યાં અંધારું છે ત્યાં બેઠેલી જોવા મળે છે. પ્રથમ દૃષ્ટિએ બિલાડી બરાબર દેખાશે નહીં પરંતુ તમે ધ્યાનથી તસવીરને જોશો તો પાંદડાની વચ્ચે અંધારું છે ત્યાં બિલાડીની આંખ દેખાવા લાગશે. આ તસવીરને ઝૂમ કરીને જોશો એટલે તમને બિલાડી નો ચહેરો પણ થોડો થોડો દેખાવા લાગશે. જો આ તસવીર તમે સામાન્ય રીતે જોશો તો બિલાડી દેખાશે નહીં પરંતુ તેને ઝૂમ કરીને ધ્યાનથી જોશો તો બિલાડી સરળતા થી દેખાશે.