ગુજરાતમાં હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો સતત વધી રહ્યો છે. જ્યારે આજે આવા જ એક સમાચાર નવસારીથી સામે આવ્યા છે. નવસારીમાં ધોરણ-12 માં અભ્યાસ કરનાર 17 વર્ષની વિદ્યાર્થીની ચાલુ શાળામાં હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હોવાનું સાઈમ આવ્યું છે. ઘટના સર્જાતા સમગ્ર શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
જાણકારી મુજબ, નવસારીની એ.બી. સ્કૂલમાં આજે રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીની બેહોશ હાલત મળી આવી હતી. ધોરણ 12 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીની તનીષા ગાંધીને અચાનક ખેંચ આવી ગઈ હતી. તેના લીધે તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તે દરમિયાન હાજર તબીબો દ્વારા તનીષા ગાંધીને મૃત જાહેર કરવામાં આવી હતી.
તબીબો દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થિની તનિષા ગાંધીને હાર્ટએટેક આવતા તેનું કરુણ મોત નિપજ્યુ છે. શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિની તનિષાને હાર્ટએટેક આવ્યો હતો. એવામાં ૧૭ વર્ષની વિદ્યાર્થિનીનું મોત શાળામાં ગમનું મોંજુ છવાઈ ગયું હતું.
હાર્ટ એટેક કેમ આવે છે?
હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.