રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત ખેડાથી સામે આવ્યો છે.
ખેડા જિલ્લાના કઠલાલ-સોનપુરા હાઈવે પર આજે કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પર દ્વારા ઈનોવા કારને ટક્કર મારવામાં આવતા કારનો ભૂકો બોલી ગયો હતો. કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે તેમને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકો રમતગમત સાથે સંકળાયેલા હોવાનું અને ગાંધીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકો ઉજ્જૈન દર્શન કરી અમદાવાદ પરત આવી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: પત્નીએ એવી જીદ કરી કે પતિ એ ભર્યું આ પગલું
પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા જિલ્લાના કઠલાલ પાસેથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સોનપુરા નજીક આજ સવારના નંબર વગરના ડમ્પર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નંબર વગરના ડમ્પર રોંગ સાઈડ પરથી આવી રહ્યું હતું અને તેને અમદાવાદ તરફથી આવી રહેલ ઈનોવા કારને ટક્કર મારી હતી. ટક્કર એટલે ભયંકર હતી કે, કારનો ભૂકો બોલી ગયો હતો. કારમાં સવાર સાત લોકોમાંથી વિનોદ રાજપાલસિંહ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, કારમાં કારચાલક સહિત 7 લોકો રહેલા હતા. જેમાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે કારમાં સવાર મધુકુમાર વીરસિંગ રાજપુત, ઉમેદસિંગ મોહનસિંગ રાજપુત, મુકેશભાઈ કાનજીભાઈ દેસાઈ, હનુમાનસિંગ બલવીરસિંગ રાજપુત અને ઓમનારાયણ શ્રીપતસિહ પરમાર ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી
મૃતક અને ઈજાગ્રસ્ત યુવાનો રાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે નામના ધરાવનાર હોવાનુ પોલીસ વર્તુળો દ્વારા જાણકારી મળી છે. આ બાબતમાં કઠલાલ પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે. આ અકસ્માતમાં મરણ પામનાર વિનોદભાઈ ચૌહાણ ઊંચીકુદમા, ગજાનંદ ઉપાધ્યાય ભાલાફેકમા, ઈજાગ્રસ્ત હનુમાનસિગ રાજપુત બાસ્કેટબોલમા, ઉમેદસિહ રાજપુત એથ્લેટીક્સમા, મધુકુમાર રાજપુત ભાલાફેકમા રાષ્ટ્રીય લેવલ પર ઉત્કૃષ્ટ રમત રમી મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સિવાય કારમાં સવાર તમામ લોકો રેલ્વે વિભાગમા નોકરી કરે છે. આ તમામ લોકો ઉજ્જૈન ખાતે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાર બાદ પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: રાજસ્થાનમાં હવે “કાલી કંબલવાલે બાબા” નો ચમત્કાર, લકવાગ્રસ્ત અંગને ચપટી વગાડતા કરે છે ઠીક