India

એક ખેતરમાં મજૂરી કરતી મહિલાએ પૂરી કરી PHD, જાણો આ મહિલાની સંઘર્ષ ભરી કહાની..

જો તમારામાં સંઘર્ષ કરવાની હિંમત હોય તો તમે કોઈપણ પરિસ્થિતિમાં સફળતા મેળવી શકો છો. પછી જીવન ગમે તેટલી મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય. આંધ્રપ્રદેશની રહેવાસી સાકે ભારતી તેનું જીવંત ઉદાહરણ છે. એક દૈનિક વેતન મજૂર મહિલા, જેણે તાજેતરમાં તેની પીએચડી ડિગ્રી પૂર્ણ કરી છે. ભારતીએ દૈનિક વેતન મજૂર તરીકે કામ કરતી વખતે આ સફળતા મેળવી હતી.

ભારતીના પિતા દારૂના નશામાં હતા. તેમણે ભારતીને કઈ શીખવ્યું ન હતું. આવા સમયમાં એક દિવસ મામા આવ્યા અને ભારતીને લઈ ગયા. તેમને ફક્ત ભારતીને ભણાવી. તેમના નાનપણમાં ગરીબી હોવાના કારણે તેમને તેમના ભણવામાં ઘણા અવરોધો ઉભા થયા હતા. ભારતીનું 10મા ધોરણ સુધીનું શિક્ષણ સરકારી શાળામાંથી પૂર્ણ થયું હતું અને ત્યાર બાદ પારિવારિક સંજોગોને કારણે તેણે લગ્ન કરી લીધા હતા.

ભારતી લગ્ન કરવા માંગતી ન હતી, પણ તે કંઈ કરી શકતી ન હતી. પણ તેણે વાંચવાનું બંધ ન કર્યું. લોકોએ ટોણો પણ માર્યો કે હવે ભણીને શું કરશો. પણ ભારતીએ કોઈની વાત ન સાંભળી. દૈનિક વેતન કામદાર તરીકે કામ કરવાની સાથે તેણે અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તેના પતિએ પણ ભારતીને ટેકો આપ્યો હતો.

આ દરમિયાન તે માતા પણ બની હતી, તેમ છતાં તેણે પોતાનો અભ્યાસ છોડ્યો ન હતો. ભારતીને મન બનાવી લીધું હતું કે મારે ભણવું છે, તેથી તે ફક્ત ઘર સંભાળતી જ નહીં પણ ખેતરોમાં મજૂરી પણ વધુ કરતી. બાળકોને ઉછેરવાની સાથે, તેણીએ કામ કરવાનું અને અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું અને આ બધા સાથે તેણીએ SSBN કોલેજ, અનંતપુરમાંથી સ્નાતક અને અનુસ્નાતક પૂર્ણ કર્યું.

રાતે જ્યારે દુનિયા થાકીને સૂઈ જતી ત્યારે ભારતી તેના સપના સાકાર કરવા જાગતી હતી. ઘરના દરેક નાના મોટા કામ પછી સવારે ઘણાં વહેલા ઉઠીને તે ઘણા બધા કિલોમીટર પોતે ચાલીને બસમાં કોલેજ જતી હતી.

ઘરે આવ્યા બાદ તે કામે જતી હતી. તેના શિક્ષકોના કહેવાથી તેણે પીએચડીમાં પ્રવેશ મેળવ્યો. શિક્ષકોએ પણ તેમને પ્રોત્સાહિત કર્યા. ભારતીની મહેનત પણ રંગ લાવી. તેમને રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી મેળવી છે. ભારતી હવે કોલેજમાં પ્રોફેસર બનવા માંગે છે. ઉપરાંત, તે તેની પુત્રીને ડૉક્ટર બનાવવા માંગે છે.