Video: Fly Dubai ના ઉડતા પ્લેનમાંથી નીકળ્યો અગનગોળો, એક જ એન્જિન પર જ ચાલતા વિમાનમાં 160 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા
Fly Dubai Plane Fire : નેપાળથી દુબઈ (Dubai) જઈ રહેલા પેસેન્જર પ્લેનમાં સોમવારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ આગ લાગી ગઈ હતી. ફ્લાય દુબઈ એરક્રાફ્ટના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. ફ્લાય દુબઈના એરક્રાફ્ટના એન્જિનમાં ખામી સર્જાઈ હોવાના અહેવાલ છે. જ્યારે વિમાનમાં આગ લાગી ત્યારે અંદર 160થી વધુ મુસાફરો હતા. આ વિમાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ Viral Video માં, કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ દુબઈ જતી આ ફ્લાઈટના એક એન્જિનમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે.
એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે દુબઈ જતી ફ્લાય દુબઈની ફ્લાઈટ એન્જિનમાં નિષ્ફળતાની જાણ કર્યા બાદ પરત ફરી હતી અને આકાશમાં ચક્કર લગાવી હતી. આ દરમિયાન પાયલોટોએ ‘કંટ્રોલ ટાવર’ને કહ્યું કે તમામ સૂચકાંકો સામાન્ય હોવાનું જણાયા બાદ તેઓ આગળ વધશે. એક ખાનગી ટેલિવિઝન ન્યૂઝ ચેનલે નેપાળના સિવિલ એવિએશન ઓથોરિટીના ડેપ્યુટી ડાયરેક્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, સમસ્યાનો સામનો કર્યા પછી, વિમાનનું એન્જિન થોડા સમય માટે બંધ થઈ ગયું હતું અને હવે તે કાઠમંડુ એરપોર્ટ પર ઉતર્યા વિના જ ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે.
વિમાને સવારે 9.20 વાગ્યે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુદાન કિરાતીએ તેમના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે ફ્લાયદુબઈ પ્લેન તેના ગંતવ્ય સ્થાને સુરક્ષિત રીતે ઉડી રહ્યું છે અને દરેકને ચિંતા ન કરવાની વિનંતી કરી છે. જુઓ વિડીયો:
#Nepal #UAE : Video reportedly of Flydubai plane that caught fire upon⁰taking off from Kathmandu airport in Nepal & is trying to⁰make landing at airport pic.twitter.com/1eXsPHu8zP
— sebastian usher (@sebusher) April 24, 2023
એક બિનસત્તાવાર અહેવાલ મુજબ વિમાનના પાયલોટે એન્જિનમાં સમસ્યા ઉભી થતાં એક એન્જિન સાથે આગળ વધવાનું નક્કી કર્યું. આ પહેલા સમાચાર આવ્યા હતા કે અહીંના એરપોર્ટ પર બોઈંગ 737-800 એરક્રાફ્ટના ઈમરજન્સી લેન્ડિંગની તૈયારી કરવામાં આવી રહી છે. વિમાનમાં 50 નેપાળી મુસાફરો સહિત 160 થી વધુ લોકો સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે તેઓએ કાઠમંડુના આકાશમાં વિમાનને આગ લાગતું જોયું. સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર ફાયર એન્જિનોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 25 એપ્રિલ 2023: આજે મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે, જાણો રાશિફળ
ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રતાપ બાબુ તિવારીએ જણાવ્યું હતું કે એરપોર્ટ હવે ફરી શરૂ થઈ ગયું છે. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (CAAN) એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ફ્લાયદુબઈ ફ્લાઈટ નંબર 576 (બોઈંગ 737-800) કાઠમંડુથી દુબઈની ફ્લાઈટ હવે સામાન્ય છે અને ફ્લાઇટ પ્લાન મુજબ દુબઈ તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો: સેલ્ફી લેવી ભારે પડી, અમદાવાદના બે યુવકોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત