કેનેડાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું શંકાસ્પદ મોત થયાની જાણકારી સામે આવી છે. વિશય પટેલ નામનો 20 વર્ષીય યુવક શુક્રવારનો રોજ ગુમ થઈ ગયો હતો. જ્યારે હવે બ્રાન્ડન પોલીસને વિશય પટેલની લાશ મળી આવેલ છે. આ મૃતક વિશય પટેલ હોઈ શકે છે પરંતુ હજુ સુધી તેની જાણકારી કેનેડા પોલીસ દ્વારા કરવામાં આવી નથી.
ધ બ્રાન્ડોન સનના જાણકારી મુજબ, બ્રાન્ડન પોલીસ ને રવિવાર સાંજના એક લાશ મળી આવેલ છે. આ લાશ ગુમ થયેલ વ્યક્તિ વિશય પટેલની રહેલી છે. તેમ છતાં હજુ સુધી તેની સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. આ મૃતદેહની વાત કરીએ તો તે શહેર ની પૂર્વ દિશામાં અસિનીબોઈન નદી અને હાઈવે 110 બ્રિજ પાસેથી મળી આવ્યો છે. વિશય પટેલ શુક્રવાર સવારથી ગુમ થયેલ હતો. જ્યારે વિશય છેલ્લી વખત ઘરના વીડિયો સર્વેલન્સ માં દેખાયો હતો.
વિશય પટેલ કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયેલો હતો અને તે ગુરુવારના અચાનક ગુમ થઈ ગયો હતો. જયારે બે દિવસ અગાઉ બ્રાન્ડેન શહેરમાં તે દેખાયો હતો. ત્યાર બાદ તેની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બ્રાન્ડેન પોલીસ દ્વારા તેના ગુમ થવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મુકવામાં આવી હતી.