BharuchGujaratSouth Gujarat

સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં ગુજરાતી યુવાનની કરાઈ કરપીણ હત્યા

વિદેશમાં રહેનાર ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ બાબત સાઉથ આફ્રિકાથી સામે આવી છે. સાઉથ આફ્રિકા ખાતે મૂળ ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવતા હાહાકાર સર્જાયો છે. ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આફ્રિકાના પીટોરીયા પાસેના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે  આફ્રિકા ગયેલ હતા. પરંતુ તેમની હત્યાથી પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, પીટોરીયા નજીકના ટાઉનમાં અકસ્માત જેવી સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાઉથ આફ્રિકાના લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ ગઈ હતી. મારામારીની ઘટનામાં તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ભરૂચના વતની યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. મૂળ ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના ઈસમની હત્યા કરવામાં આવી છે. તેના લીધે સ્વદેશમાં વસ્તા પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.