વડોદરામાં એક્ટરફી પ્રેમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વિધર્મી યુબકને તેના પાડોશમાં રહેતી એક પરિણિતા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે પરિણીતાને સંબંધો બાંધવા માટે અવારનવાર દબાણ કરતો હતો. પરંતુ પરિણિતાએ વિધર્મી યુબકને પ્રેમ સંબંધ માટે ના પાડી દીધી હતી. જેથી રોષે ભરાયેલો વિધર્મી યુવક મોદી રાત્રીના અઢી વાગ્યાની આસપાસ અચાનક જ પરિણીતાના ઘરમાં ઘુસી ગયો અને તેની સાથે દુષ્કર્મ આચરીને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નવાપુરા પોલીસ સ્ટેશને હાલ તો આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં વસવાટ કરતા વિધર્મી યુવકે પાડોશમાં વસવાટ કરતી પરિણિતાને આશરે 1 વર્ષથ સંબંધ બાંધવા માટે સતત દબાણ કરતો હતો. એ સિવાય તે મોકાણો ફાયદો ઉઠાવીને શારિરિક અડપલાં પણ કરતો હતો. પરંતુ પરિણીતા સબંધ બાંધવા તૈયાર ના થતા વિધર્મી યુવક રોષે ભરાયો હતો. અને એક દિવસ મોડી રાત્રે પરિણીતાના ઘરમાં ઘૂસીને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને ધમકી આપી કે તે આ વાત કોઈને કરી તો તારા છોકરાની હત્યા કરી નાખીશ. અને ત્યારપછી અનેક વખત વિધર્મી યુવક પરિણીતાને જબરજસ્તી બહાર પણ લઈ ગયો હતો. તો એક વખત તો દરગાહ જોડે લઈ જઈને પરિણીતા પાસે રહેલા ઘરેણાં ઉતારી લીધા હતા.
નોંધનીય છે કે, વિધર્મી યીવકના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે મહિલાએ
નવાપુરા પોલીસ સ્ટેશને ખાતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ તો.પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.