AhmedabadGujarat

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા અને તેની પુત્રી પર કર્યો એસીડ એટેક

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. રાજ્યમાં એસિડ એટકની ઘટના સામે આવી છે. અમદાવાદના ચાણક્ય પુરીમાં એસિડ એટેકની ઘટના ઘટી છે. જેમાં એકતરફી પ્રેમી દ્વારા એસિડ મહિલા અને પુત્રી પર એસીડ એટેક કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ચાણક્ય પુરીમાં મેડિકલ સ્ટોર ચલાવનાર વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા, પુત્રી અને આરોપી દાઝી જતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. પાપ્ત માહિતી અનુસાર, મહિલાનો ન્હાવાનો વીડીયો ઉતારી આરોપી ધમકી આપતો હતો તેમજ અવાર-નવાર સંબંધ રાખવા માટે વ્યક્તિ આરોપી સતત દબાણ કરી રહ્યો હતો. આરોપી દ્વારા માતા-પુત્રી પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જ્યારે આ ઘટનાને ચાણક્યપુરીમાં હાહાકાર સર્જાયો છે. કેમકે આરોપી દ્વારા આવું પગલું ભરતા સ્થાનિક લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે આરોપીને સખતમાં સખ્ત સજા ફટકારવામાં આવે છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.