Ajab GajabIndia

એક રોંગ નંબર થી શરૂ થઈ લવ સ્ટોરી, સનાતન ધર્મ અપનાવી અમરીન બની રાધિકા અને કર્યા લગ્ન

કહેવાય છે કે પ્રેમ ધર્મ કે નાત જાતની સરહદોને માનતો નથી. જ્યારે બે વ્યક્તિના મન મળી જાય છે તો દુનિયાની કોઈ તાકાત તેમને એક થવાથી રોકી શકતી નથી. ખાસ કરીને ભારતની વાત કરીએ તો અહીં બીજા ધર્મમાં લગ્ન કરવા કે બીજી જાતિમાં લગ્ન કરવા તે પણ મુશ્કેલ થઈ જાય છે. લોકો શક્ય એવા પ્રયત્નો કરે છે કે બે વ્યક્તિ એક જ ધર્મમાં અને એક જ જ્ઞાતિમાં લગ્ન કરે.

તેવામાં બે અલગ અલગ ધર્મના લોકોએ તાજેતરમાં જ પ્રેમ લગ્ન કર્યા છે. આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના વરેલીમાં. અહીં મુસ્લિમ યુવતી અમરીનને પપ્પુ નામના હિન્દુ યુવક સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ અગત્યની આશ્રમમાં જઈને લગ્ન કરી લીધા. પહેલા અમરીને સનાતન ધર્મ સ્વીકાર્યો અને પછી હિંદુ રીત રિવાજ પ્રમાણે અમરીન માંથી તે રાધિકા બની અને પપ્પુ સાથે લગ્ન કર્યા.

આ બંનેની લવ સ્ટોરી પણ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી ની શરૂઆત એક રોંગ નંબરથી થઈ હતી. અમરીનના ફોન ઉપર અચાનક પપ્પુ નો કોલ આવ્યો હતો. આ કોલ રોંગ નંબર હતો છતાં બંને વચ્ચે એક દિવસ વાત થઈ અને પછીથી લગાતાર વાત થતી રહી. તેઓ મિત્ર બની ગયા અને પછી એકબીજાના પ્રેમમાં પડ્યા. બંને વચ્ચે પ્રેમ હતો પરંતુ ધર્મના કારણે લગ્નમાં અડચણ આવી રહી હતી.

અમરેલીના પરિવારના લોકો ઇચ્છતા ન હતા કે તેની દીકરીના લગ્ન હિન્દુ યુવક સાથે થાય. પરંતુ અમરીને નક્કી કરી લીધું હતું કે તે પપ્પુ સાથે જ લગ્ન કરશે તેથી તે સનાતન ધર્મ અપનાવીને રાધિકા બની ગઈ અને પછી પપ્પુ સાથે હિન્દી રીત રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા.