IndiaNews

ટ્રેન અકસ્માત: પાટા પર વીખરાયેલી મળી એક પ્રેમીની ડાયરી, વાંચીને સૌ કોઇ થયા ભાવુક

શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત પછી, ટ્રેક પર ચારેબાજુ લાશો વીખરાયેલી હતી. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા, જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટ્રેનના કાટમાળ વચ્ચે એક પ્રેમીની ડાયરી પણ વીખરાયેલી પડી હતી. જ્યારે આ કાગળો વાંચવામાં આવ્યા ત્યારે બંગાળી ભાષામાં પ્રેમની કવિતાઓ લખેલી જોવા મળી.આ ડાયરીના વેરવિખેર પાના હતા.

તેમાં પ્રેમીએ માછલી, સૂર્ય અને હાથીની તસવીરો બનાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એવું માનવામાં આવે છે કે એક પ્રવાસીએ તેની રજાઓ દરમિયાન તેના પ્રેમના નામે તેને લખી હતી. જો કે હજુ સુધી આ પેસેન્જર સંબંધિત કોઈ માહિતી નથી.આ પેજ પર બંગાળીમાં લખેલી પંક્તિઓ આ પ્રમાણે છે… “अल्पो अल्पो मेघ थेके हल्का ब्रिस्टी होय, छोटो चोटो गोलपो ठेके भालोबासा सृष्टि होय.”

આ કવિતાનો અર્થ છે- “હું તમને દરેક સમયે પ્રેમ કરવા માંગુ છું, તમે મારા હૃદયની નજીક છો.” પ્રેમમાં લખેલા આ પેજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. બચાવ કાર્યમાં સામેલ ટીમ અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કવિતાઓના આ પાનાં ને સાચવી રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈએ આ કવિતા કે તેના લેખક સાથે કોઈ સંબંધ હોવાનો દાવો કર્યો નથી.અધિકારીઓએ કહ્યું કે, આ કવિતા કોણે લખી છે તેની કોઈ માહિતી નથી.