GujaratSouth Gujarat

ભાવનગરમાં સર્જાઈ મોટી દુર્ઘટના : વાઘાવાડી રોડ પરની માધવ હિલ બિલ્ડીંગ નો કેટલો ભાગ ધરાશાયી, 15 થી ૧૮ લોકો ઈજાગ્રસ્ત 

ભાવનગરમાં શહેરથી મોટી દુર્ઘટના સામે આવી છે.  ભાવનગરમાં તખ્તેશ્વર મંદિર પાસે આવેલા માધવ હિલ કોમ્પ્લેક્સ ના બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાઈ થતા બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિતની દુકાનો દબાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. બેઝમેન્ટ ની દુકાનોમાં લોકો દબાયા હોવાની આશંકાના આધારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. કમિશનરના જણાવ્યા અનુસાર 15 થી 18 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી અનેક દુકાનો દટાઇ ગઇ હોવાનું સામે આવ્યું છે. તેમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકાને લઇ ને 108, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી છે. હાલમાં તંત્ર દ્વારા અત્યારે ચારથી વધુ જેસીબી દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, બે માળની બાલ્કની ધરાશાયી થવાના લીધે બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિત 10 દુકાનો દબાઈ ગઈ હતી. છે. તંત્ર દ્વારા માળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  તેમ છતાં હજુ સુધી કેટલા લોકો દટાયા છે તેને લઈને કોઈ માહિતી સામે આવી નથી.
કમિશનર દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, માધવ હિલ કોમ્પ્લેક્ષમાં બે માળની બાલ્કની ધરાશાયી થતાં 15 થી 18 લોકોને ઈજા પહોંચી છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે આ કાટમાળમાં અંદર એક બહેન દટાયા હોવાની આશંકા રહેલી છે. અત્યારે અમારા 70 જવાનો દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.