સુરતમાં પ્રેમલગ્નના એક વર્ષમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવી રહી છે. જયારે આજે આવી જ એક ઘટના સુરતમાં ડુમસના ગવિયર વિસ્તારથી સામે આવી છે. જેમાં એક 21 વર્ષીય પરિણીતા દ્વારા પ્રેમ લગ્નના એક વર્ષમાં ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બાબતમાં મૃતક યુવતીના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાસરિયાં દ્વારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેના લીધે મારી બહેન દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવું જોઈએ.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ગવિયર વિસ્તારમાં કરીના કિશન પટેલ પરિવાર સાથે વસવાટ કરતી હતી. જયારે એક વર્ષ અગાઉ કરીના દ્વારા પરિવારની મરજી વિરૂદ્ધ કિશન પટેલ સાથે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા. એવામાં ત્રણ મહિના બાદ પરિવાર દ્વારા દીકરીને સ્વીકારી પણ લેવામાં આવી હતી અને તે તેમના ઘર પર આવતી પણ રહેતી હતી.
આ મામલામાં કરીનાના ભાઈ નિરવ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કરીના પરિવારમાં એકની એક દીકરી રહેલી હતી અને તે હોશિયાર પણ હતી. તેમ છતાં સોશિયલ મીડિયાના માધ્યમથી ગવિયરમાં રહેનાર કિશનના સંપર્કમાં આવી ગઈ હતી. તેના લીધે એક વર્ષ અગાઉ ઘરેથી ભાગીને તેને કિશન સાથે લગ્ન કરી લીધા હતા. ત્રણ મહિના સુધી પરિવાર સાથે બોલવાનું બંધ થયું હોવા છતાં પરિવાર દ્વારા તેના લગ્નના આ નિર્ણયને સ્વીકાર કરી લીધો હતો.
તેની સાથે કરીના ઘરે આવતી તે સમયે તેના દ્વારા માતા જણાવવામાં આવ્યું હતું કે, કિશન કોઈ કામ કરતો નથી અને મને મગદલ્લા પોર્ટ પર કામ કરતો હોવાનું જણાવી તેને લગ્ન કર્યા હતા. હવે પિયરથી રૂપિયા લઈ આવવા માટે તે દબાણ કરી રહ્યો છે. ઘરમાં પણ કામકાજને લઈ માનસિક ત્રાસ આપી રહ્યો છે. સાસરીમાં ઘર ચલાવવા માટે પણ રૂપિયા રહેલા નથી.
એવામાં અંતે કંટાળીને કરીનાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બાબતમાં માતા-પિતા સહિતના પરિવારને એક કલાક પછી જાણ થઈ હતી. કરીનાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા પણ પરિવારના આક્ષેપને લઈને આ મામલામ તપાસ હાથ ધરી છે.