સુરતમાં પરિણીતાએ કરી આત્મહત્યા, છેલ્લો ફોન કર્યો હતો ઘરના આ વ્યક્તિને અને પછી…..
રાજ્યમાં દરરોજ આત્મહત્યા ના કેસમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે આજે સુરત શહેરથી એવી જ એક ફરિયાદ સામે આવી છે. સુરત શહેરમાં ફિઝિયોથેરાપિસ્ટ નવપરિણીતા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. આ યુવતીના લગ્ન 27 દિવસ અગાઉ થયા હતા. મૃતક હેમાંગી પટેલ મંગળવારના બપોરના સમયે નોકરી જવાનું ઘરેથી નીકળી હતી. ત્યાર બાદ બીજા દિવસે બુધવારના પાલનપુર પાટિયાની ફિઝોયોથેરાપિસ્ટની હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતમાં પરિવાર દ્વારા રાંદેર પોલીસમાં યુવતી ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસમાં આશ્ચર્યચકિત કરનારી બાબતો સામે આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 27 દિવસ અગાઉ પરણેલી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની તાપીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેવામાં આવી છે. પાલનપુર પાટિયામાં આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેનારી 25 વર્ષની હેમાંગીબેન ડેરીકભાઈ પટેલ તે ફિઝિયોથેરાપિસ્ટ હતા. આ યુવતીના 27 દિવસ અગાઉ ઓનલાઈનના વ્યવસાય કરનાર ડેરીકભાઈ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે બુધવાર સવારના હેમાંગીબેનની હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ સિંગણપોર પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ અંગેની જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેરમાં ખસેડવામાં આવી હતી. યુવતીના આત્મહત્યા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. યુવતીનાં પિયર તરફથી પણ આ અંગે કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરનાર હેમાંગીબેન મંગળવાર બપોરના નોકરી પરથી ઘરે પર આવી હતી. ત્યાર બાદ યુવતી પતિ સાથે વાત કરીને ટુવ્હીલર લઈ ફરી નોકરી ચાલી ગઈ હતી. તેમ છતાં બપોર બાદ ક્લિનિકના ડોક્ટર દ્વારા ડેરીકભાઈને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, હેમાંગી ક્લિનિક આજે આવી નથી. ત્યાર બાદ પતિ દ્વારા ભરીમાતા રોડ સ્થિત યુવતીના પિયરમાં ફોન કરવામાં આવ્યો હતો. તેમ છતાં હેમાંગી ત્યા પણ રહેલી નહોતી. ત્યાર બાદ પરિવારના શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંતે રાત્રે દસેક વાગ્યાના રાંદેર પોલીસમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.