જાપાનથી આવતી ફ્લાઈટમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ચંદીગઢના ડોક્ટરે આ રીતે બચાવ્યો જીવ

પંજાબના ચંદીગઢના એક વરિષ્ઠ કાર્ડિયોવેસ્ક્યુલર સર્જને શુક્રવારે જાપાનથી ફ્લાઈટમાં હ્રદયરોગનો હુમલો આવતા સહ-મુસાફરનો જીવ બચાવ્યો હતો. ટોક્યોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. કાર્ડિયોલોજિસ્ટની સલાહ પર, ફ્લાઈટને કોલકાતા તરફ વાળવામાં આવી, જ્યાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેનો જીવ બચી ગયો.
અગાઉ ક્રૂની મદદથી દર્દીને બચાવવા માટે 5 કલાકની જહેમત ઉઠાવવી પડી હતી. નવી દિલ્હી પહોંચ્યા બાદ સર્જન દીપક પુરીએ જણાવ્યું હતું કે, અમને ખાતરી નહોતી કે ફ્લાઇટને ચીન તરફ વાળવામાં આવે તો અમને મદદ મળશે કે કેમ, તેથી ફ્લાઇટમાં ઉપલબ્ધ મર્યાદિત તબીબી સંસાધનો સાથે દર્દીને 5 કલાક સુધી જીવતો રાખવો મુશ્કેલ કાર્ય હતું.
આ પણ વાંચો: પ્રેમિકાને પ્રેમજાળમાં ફસાવી અને પછી મિત્રો સાથે મળી અવારનવાર આચર્યું દુષ્કર્મ
તેમણે કહ્યું કે એ ખુશીની વાત છે કે AI 307ના કેપ્ટન અને ક્રૂના સહયોગથી આ સિદ્ધ થઈ શક્યું છે. “મેં કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન કર્યું જ્યારે દર્દીને હાર્ટ એટેક આવ્યો અને તેને બચાવ્યો, પરંતુ અમે દરિયાની ઉપર હતા અને સૌથી નજીકનું સ્થળ કોલકાતા હતું, પાંચ કલાક દૂર હતું, તેથી તેને ન્યૂનતમ સંસાધનો સાથ પાંચ કલાક સ્થિર રાખવા એ પડકારજનક હતું.
એરલાઈન્સે કોલકાતામાં લેન્ડિંગ માટે વિશેષ પરવાનગીની વ્યવસ્થા કરી અને લેન્ડિંગ વખતે તેને નજીકની કાર્ડિયાક હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને દર્દીને સુરક્ષિત રીતે ખસેડવામાં સફળ રહી. ભાવુક પુરીએ કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરોએ મારી ખૂબ પ્રશંસા કરી, મારી આંખોમાં આંસુ આવી ગયા.