Gujarat

બીલીમોરા નગરપાલિકામાં એક વ્યક્તિએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, જાણો શું સમગ્ર મામલો?

નવસારી જિલ્લાની બીમીમોરા નગરપાલિકાને વિવાદ સામે આવ્યો છે. જાણકારી મુજબ, ગાયકવાડ મીલ ચાલ પાસે દલિત સમાજના સ્મશાન ગૃહમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદતા વિવાદ ઉભો થયો છે. માટીના ખોદ્યા બાદ સ્મશાનમાંથી દલિત સમાજના પૂર્વજોના અવશેષો મળી આવતા મામલો વધુ ગંભીર બન્યો હતો. પાલિકા દ્વારા 30 થી વધુ ટ્રક ભરીને માટી ખોદવા અને નવા પાર્ટી પ્લોટમાં તેનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવેલ છે. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ દ્વારા આત્મવિલોપનનો પ્રયત્ન કરવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, સ્મશાન ગૃહમાંથી માટી ખોદવામાં આવતા સમાજના લોકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે માટી ખોદવાનો પેટા કોન્ટ્રાક્ટ બીલીમોરા પાલિકાના શાસક પક્ષના નેતા હરીશ ઓડે દ્વારા લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગાયકવાડ મીલના સ્થાનિક અને દલિત સમાજના આગેવાનો દ્વારા બીલીમોરા નગર પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દલિત સમાજ દ્વારા ખોદવામાં આવેલી માટી પરત લાવી પુરાણ કરવાની માંગ કરવામાં આવી છે.

આ દરમિયાન ભાજપ નગર સેવકના પતિ દ્વારા પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને પોલીસની હાજરીમાં પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પેટ્રોલ છાંટી રહ્યો હતો ત્યારે બીલીમોરાના પીએસઆઈ પઢેરીયાની આંખમાં પણ ઉડ્યું હતું. આ સિવાય જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ચીફ ઓફિસરની ચેમ્બર બહાર બેસી રહેવાની ચેતવણી તેમના દ્વારા આપવામાં આવી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે