નવસારી હાઈવે પર ફોર્ચ્યુનર કાર અને બસ વચ્ચે થયો ભયંકર અકસ્માત, 9 ના મોત, પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું
નવસારી જિલ્લામાં વહેલી સવારના ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં વલસાડથી ભરૂચ જઈ રહેલી એક કાર દ્વારા કાબૂ ગુમાવી દેતા સામેના ટ્રેક પર પરથી અમદાવાદથી વલસાડ જઈ રહેલી લક્ઝરી બસ સાથે ટકરાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળ પર જ સાત લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ બેનાં મોત થતા આ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ઘટનાસ્થળ સહિત સિવિલ પહોંચીને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત અને વલસાડ લઇ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, વહેલી સવારના ફૂલ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી આવી ગયું હોવાના લીધે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કારે સીધો મુંબઈ તરફ ડિવાઈડર કૂદકો મારી દીધો હતો. તેના લીધે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે તે ટકરાઈ ગઈ હતી, તેના લીધે અકસ્માત સર્જાયો હતો. આ કારણોસર ફોર્ચ્યુનરમાં સવાર 9 ના મોત થયા હતાં અને અન્ય એકને મલ્ટીપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે મોકલી દેવામાં આવેલ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર ટકરાતા બસના ડ્રાયવરને પણ હાર્ટ-એટેક આવી ગયો હતો.
તેની સાથે બસમાં સવાર 30 લોકોને નાનીમોટી ઈજા થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સામાન્ય ઈજા પામનારા લોકોને વલસાડ લાવવામાં આવ્યા હતા. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદ ખાતે BAPS ના પ્રમુખ સ્વામી નગર કાર્યક્રમમાંથી વલસાડ પરત આવી રહ્યા હતા.
ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું સામે છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધીક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ અકસ્માતમાં મયૂર વાવેયા, પ્રજ્ઞેશભાઈ વેકરિયા, ધર્મેશભાઈ શેલડિયા, જયદીપભાઇ પેથાણી, જયદીપભાઇ ગોધાણી, નવનીત ભાઈ ભડિયાદરા, નીતિનભાઈ પાટીલ કંપનીના ડ્રાઇવરના મોત નીપજ્યા છે.