);});
Uncategorized

સુરતમાં ઈન્નોવા કાર અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, બાઈક સવારનું ઘટનાસ્થળ પર મૃત્યુ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે.

સુરતમાં અલકાપુરી બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સુરતના કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના અલકાપુરી બ્રિજ પર બાઈક અને એક કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઈન્નોવા કાર અને સ્પોર્ટ્સ બાઈક વચ્ચે થયો હતો. જ્યારે અકસ્માતના લીધે બાઈક સવાર પટકાતા તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી વ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ મામલામાં સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંને વાહનો સ્પીડમાં આવી રહ્યા હતા. અકસ્માત સર્જાતા ધડાકા જેવો અવાજ પણ સાંભળવામાં આવ્યો હતો. તેના લીધે અમે તાત્કાલિક નીચે પટકાયેલા યુવક પાસે પહોંચ્યા તો યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ આ ઘટનાને લઈને પોલીસને જાણ કરી હતી. તેના લીધે પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી બંને વાહનોને સાઈડમાં કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા.